ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ગરબો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ગર્ભદીપ ] पुं. અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.
पुं. તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે.
पुं. મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો.