ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચંપો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એક જાતનું ફૂલ; ચંપાનું ફૂલ. ચંપો ઘણી જાતનો થાય છે: લીલો ચંપો રામફળની જાતનું વૃક્ષ છે. તેનાં પાન લાંબાં અને એને ગળો જેવી આકડીઓ આવે છે. તેમાં લીલા રંગના ફૂલ થાય છે. આ ફૂલ ઘણાં સુગંધી હોય છે. ધોળા ચંપાને મરાઠીમાં ખડચંપો કહે છે. આ ઝાડ ઘણાં પ્રાંતોમાં થાય છે. તેનાં પાંદડાં લાંબાં અને ફૂલ ધોળાં હોય છે. એ ઝાડ ઘણું મોટું અને ઘણું પોચું થાય છે. ચંપાનો રસ એટલો ઉષ્ણ છે કે તે શરીરે લાગવાથી ફોલ્લો થાય છે. જૂનાં ઝાડને ક્યાંક ક્યાંક શિંગો આવે છે. ચંપાનાં ફૂલનું શાક પણ થાય છે. આ ચંપો સારક, કડવો, તીખો, તૂરો અને ઉષ્ણ છે. તે કોઢ, કંડૂ, વ્રણુ, શૂળ, કફ, વાયુ, ઉદરરોગ તથા આધ્માનનો નાશ કરનાર મનાય છે. આ ઉપરાંત પીળો ચંપો, રાયચંપો, કનકચંપો, નાગચંપો, ખેરચંપો, ભૂચંપો અને સુલતાનચંપો તેની બીજી જાતો છે. ચંપો રૂપે, રંગે અને વાસમાં ઉત્તમ મનાય છે, પણ એક તેનો અવગુણ એવો કહેવાય છે કે તેની પાસે ભ્રમર આવતો નથી.
पुं. ચંપાના ફૂલ જેવો રંગ.
पुं. જેના કપાળમાં આંખોની લીટીથી નીચે ભમરો હોય એવી ખોડવાળો બળદ.
पुं. ભાતીગર છીંટ; ભાતવાળું એક જાતનું સુતરાઉ કાપડ.
पुं. સોનેરી કે રૂપેરી લેસની ઉપર મૂકવામાં આવતી કાંગરાવાળી સોનેરી કે રૂપેરી કોર.
पुं. ચંપાના ફૂલ જેવા રંગનું.