ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઝરખ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. એક જાતનું માંસાહારી પ્રાણી; તરસ; ઝરખેલ; ઘોરખોદિયો. તેનું માથું મોટું, પૂછડી ટૂંકી અને પંજો અંગૂઠા વગરનો અને વાળવાળો હોય છે. તેની બે જાત છે: ટપકાંવાળી અને ચટાપટાવાળી. તેને બિલાડીના જેવી કાંટાકાંટાવાળી જીભ હોય છે. તેના આગલા પગ પાછલા કરતાં વધારે મોટા અને દાંત તથા જડબાં હાડકાના ચૂરા કરવાને બહુ જ મજબૂત હોય છે. તેની ચરબીનું તેલ સંધિવા ઉપર ફાયદો કરતું મનાય છે.