ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
તકમરિયાં  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. ब. व. એ નામના છોડનાં બિયાં તુખ્મેરિહાન એટલે રિહાનનાં બીજ ઉપરથી તકમરિયાં થયેલ છે. તકમરિયાં ઝીણાં કાળા રંગનાં દાણા જેવાં હોય છે. તે શીતળ છે અને પ્રમેહ, વીર્યસ્ત્રાવ, મરડો, પ્રદર ને પેશાબની બળતરા ઉપર સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે અને ઠંડક માટે વપરાય છે. તેની માત્રા એકથી બે તોલા છે.
न. ब. व. એક જાતનો છોડગ. આ છોડ તુલસીના જેવો પણ નાનો થાય છે. તેમાં ફૂલ ધોળાં અને ચાર કાળાં બીજડાંવાળાં થાય છે. છોડવામાંથી લીંબુના જેવી સુગંધ નીકળે છે. જનાવરોનો તે ચારો છે. તે જંતુનાશક હોઈ ચેપી દરદ ચાલે છે ત્યારે લોકો તેનો છોડ ઘરમાં બાંધે છે. તેનાં પાનનો રસ જખમ રૂઝવે છે અને માખીનાં ઈંડાંનો નાશ કરે છે. ઝામરના ઉપર કાળાં મરી તથા તકમરિયાંનાં પાનની પોટીસ બાંધવાથી ફાયદો થવાનું મનાય છે.