ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પ્રદ્યુમ્ન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. એ નામનો મેઘ.
૨. [ સં. ] पुं. કામદેવ; મદન; મન્મથ; માર; મીનકેતન; કંદર્પ; કુસુમાયુધ; પુષ્પધન્વા; મનોજ.
૩. पुं. ( પુરાણ ) ચક્ષુર્મનુને નડવલાની કૂખે થયેલ અગિયાર માંહેનો એ નામનો એક પુત્ર. એને સુદ્યુમ્ન નામે પુત્ર હતો.
૪. पुं. બહુ મોટો વીર માણસ; મહાબળવાન પુરુષ.
૫. पुं. મન.
૬. पुं. મનુનો એક પુત્ર.
૭. पुं. વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ.
૮. पुं. વૈષ્ણવ આગમમાં કહેલ ચતુર્વ્યૂહાત્મક વિષ્ણુનો એક અંશ. બાકીના ત્રણ અંશનાં નામ; વાસુદેવ, સંકર્ષણ અને અનિરુદ્ધ.
૯. पुं. ( પુરાણ ) શ્રીકૃષ્ણના મોટા પુત્રનું નામ; અનિરુદ્ધનો પિતા; કૃષ્ણને રુક્મિણીને પેટે થયેલો પ્રથમ પુત્ર. એ મહારથી હતો. શિવના ત્રીજા નયનની જ્વાળાથી ભસ્મીભૂત થયેલા મદને આ બીજો અવતાર લીધો હતો. તે શંબરાસુરના વધ માટે નિર્માણ થયો હતો. રતિએ શંબરાસુરની પાલક કન્યા માયાવતી તરીકે જન્મ લીધો હતો. મદનનો અવતાર દ્વારકામાં થયો છે એ ખબર શંબરાસુરને પડતાં તે બાળકને ઉપાડી ગયો અને તેને દરિયામાં ફેંકી દીધો. તેને એક માછલી ગળી ગઈ. તે માછલીને એક મચ્છીમારે જાળમાં પકડી અને શંબરાસુરને ભેટ કરી. રસોડામાં માયાવતીએ ચીરતાં એમાંથી દિવ્ય બાળક નીકળ્યું. એને માયાવતીએ પ્રેમથી પાળવું શરૂ કર્યું. તેવામાં નારદે આવીને માયાવતીને એ બાળક મદન છે એમ વાત કહી. પ્રદ્યુમ્ને મોટો થતાં શંબરાસુરને માર્યો અને પ્રદ્યુમ્નના વયને અનુકૂળ સ્વરૂપ ધારણ કરી માયાવતી એને લઈને દ્વારકા જવા ઊપડી. આ વર્તમાન નારદે કૃષ્ણ અને રુક્મિણીને જણાવ્યા તેથી તેમને આનંદ થયો. પ્રદ્યુમ્ને પોતાના મામા રુકમની કન્યા રુક્મવતીને તેના સ્વયંવરમાંથી હરણ કરી આણી. એ એની બીજી સ્ત્રી હતી. એને પેટે એને અનિરુદ્ધ નામે પુત્ર થયો. એ ધનુર્વિદ્યા અર્જુન પાસે શીખ્યો હતો. મહાભારતનું યુદ્ધ પૂરૂં થતાં એને રાજ્ય મળ્યું હતું. આગળ જતાં પ્રભાસક્ષેત્રમાં સર્વ યાદવો મરણ પામ્યા તેમાં એ પણ મરી ગયો અને રતિ સહવર્તમાન દેવલોકમાં ગયો.