ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ફુરસા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એક જાતનો નાગ. તે ઘણો નાનો હોય છે. તે રસ્તે ચાલતા માણસને કે પશુને ઊડીને કરડે છે અને પાછો તરત કૂદી જાય છે. તેથી શું કરડયું તેની ખબર પણ પડતી નથી. તે કરડવાથી દરદી બચતો નથી. તે સ્વભાવે સૂકા પ્રદેશનો વાસી હોવા છતાં કોઈ વાર ઝાડપાનવાળા પ્રદેશમાં દેખાય છે. ગુજરાતમાં ભરૂચ, સુરત બાજુ અને ઉત્તર ગુજરાતમાં ડીસા તરફ તે જોવામાં આવે છે. રત્નાગિરિ જિલ્લામાં તેનું રહેઠાણ ત્રાસજનક સંખ્યામાં હતું. ત્યાં એક વખત લાગલાગટ છ વર્ષ સુધી દર વર્ષે સરકારી ૨,૨૫,૭૨૧ લેખે ફુરસાનો નાશ કરાયેલો. દોઢેક ફૂટનો આ વિષધર ચીતળાથી દૂબળો, રંગે ભૂખરો, પીળો કે પીળાશ પડતો હોય છે. પેટ ધોળું કે ધોળાશ પડતાં ચોખંડા ટપકાંવાળું હોય છે. વિશેષ લક્ષણ તો તેના માથા ઉપર બાણના ફળાના જેવી નિશાની હોય છે. તે સ્વભાવે તીખો હોય છે. વગર પ્રયોજને માત્ર નહિ જેવા ઉશ્કેરાટથી કોઈ સાપ કરડતો હોય તો તે આ જ. વીજળી વેગે ઝડપ મારીને તે ડંખે છે. બીક તે જાણતો નથી. સદ્ભાગ્યે તેનું વિષ ખડચીતળા જેવું કાતિલ નથી. ચિડાય ત્યારે તે શરીરની બેવડી આંટી નાખે છે અને પડખાંનાં ભીગડાં જોરથી ઘસીને સૂસવાટા જેવો અવાજ કાઢે છે. તેની નજીક માણસ જાય, ત્યારે તે મોટા આવાજથી ફુંફાટો મારે છે. તેના દાંત બેસવાથી જે ખાડા પડે છે, તે બારીક સોય ઘોંચ્યા પ્રમાણે હોઈ તેમાંથી લોહી વહે છે. અને સોજો આવે છે.