ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
બાવચી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स्त्री. એ નામે એક વનસ્પતિ; બાકુચી; સોમરાજી; સુપર્ણિકા; શશિલેખા; કૃષ્ણફલા; સોમા; પૂતિફલા; સોમવલ્લી; કાલમેષી; કુષ્ટધી. બાવચીનો છોડ આખા હિંદુસ્તાનમાં નજરે પડે છે. એ છોડ શુમારે બે હાથ ઊંચા વધે છે. એનાં પાંદડાં સાધારણ નાનાં હોય છે. એ છોડ ઉપર કાળા રંગનાં મરી કરતાં પણ બારીક બિયાં આવે છે. તેનું તેલ દવામાં ઉપયોગી છે. બાવચી શરીરે ચોપડી સ્નાન કરવાથી ખરજનો નાશ થતો મનાય છે. બાવચી કડવી, પાકકાળે તીખી, ઉષ્ણ, રસાયન, મધુર, રુચિપ્રદ, રૂક્ષ, હૃદ્ય, અગ્નિદીપન, બલકર, તૂરી, લઘુ તથા મેધ્ય છે અને કૃમિ, કોઢ, કફ, ત્વગ્દોષ, વિષ, કંડૂ, રક્તપિત્ત, શ્વાસ, કાસ, મેહ, જ્વર, વ્રણ, ત્રિદોષ તથા વાયુનો નાશ કરનાર ગણાય છે.
૨. स्त्री. તુલસી અને ચાની જાતનો એક છોડ. તેનાં બી દવામાં કામ આવે છે.