ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વિક્રમસંવત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ઈ. પૂ. ૫૬ થી શરૂ થયેલ એ નામનો શક; વિક્રમ રાજાએ ચલાવેલો સંવત્સર. ટૂંકમાં વિ. સં. લખાય છે. આ સંવત કલિયુગ સંવતનાં એટલે યુધિષ્ઠિરના ૩,૦૪૪ વર્ષ પછી શરૂ થયો મનાય છે. આખા ઉત્તર ભારતમાં અને ઘણે સ્થળે દક્ષિણ ભારતમાં પણ તે ચાલુ છે. માળવાના રાજા વિક્રમે શકનો પરાજય કરીને પોતાના નામનો સંવત ચલાવ્યો છે. માલવ અથવા માળવાના રાજા કે રાજ્યની સ્વતંત્ર સ્થાપના જે સમયથી થઈ તે સમયથી એ સંવતનો પ્રારંભ થયો છે તેથી તેને વિક્રમસંવત કે માલવ સંવત પણ કહે છે. આ સંવતમાંથી ૫૬ વર્ષ બાદ કરવાથી ઈસ્વીસન આવે છે અને ૧૩૫ વર્ષ બાદ કરવાથી શકસંવત આવે છે. આ સંવતનો પ્રારંભ ઉત્તર ભારતમાં ચૈત્ર સુદ એકમથી, દક્ષિણમાં કાર્તિક સુદ એકમથી અને સૌરાષ્ટ્ર, ગુજરાત તથા રજપૂતાનાના કેટલાક ભાગમાં અષાઢ સુદ એકમથી થાય છે. ઉદેપુર વગેરે રાજ્યોમાં રાજકીય વિક્રમસંવત શ્રાવણ વદિ થી શરૂ થાય છે. તે સંવતને અષાઢાદિ સંવત પણ કહે છે; કેમકે, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં અષાઢથી તે સંવત શરૂ થાય છે.