ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વેશ્યા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. વિશ્ ( દાખલ થવું ) ] स्त्री. ગણિકા; પુંશ્ચલી; જારકર્મ કરનારી સ્ત્રી; પાતર; હલકી સ્ત્રી; પતિત સ્ત્રી; રામજની; વારાંગના; કસબણ; વ્યભિચારનો ધંધો કરી પોતાના રૂપસૌંદર્યનો વેપાર કરી આજીવિકા મેળવનારી સ્ત્રી. વાત્સ્યાયન કામસૂત્રમાં લખે છે કે, ગણિકા તથા રૂપજીવામાં પહેલીને ઉત્તમ વેશ્યા અને બીજીને સાધારણ વેશ્યા સમજવામાં આવે છે. કુંભદાસી, પરિચારિકા, કુલટા, સ્વૈરિણી, નટી, શિલ્પકારિકા, પ્રકાશ વિનષ્ટા આદિ અનેક ત્રીજી શ્રેણીની વેશ્યાઓમાં ગણવામાં આવેલ છે.
स्त्री. પાઠા નામની વનસ્પતિ.