ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
હયગ્રીવ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. ] पुं. અગસ્ત્ય ઋષિના ગુરુનું નામ.
૨. पुं. ( પિંગળ ) એક છંદ. આ છંદ રસઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૧૬ ગુરુ અને ૨૪ લઘુ મળી ૪૦ વર્ણની ૫૬ માત્રા હોય છે.
૩. पुं. ( પુરાણ ) એક દૈત્ય. તેણે ઉગ્ર તપ કરીને દેવીને પ્રસન્ન કર્યાં કે, મારા જ નામનો માણસ હોય તેને જ હાથે મારું મૃત્યુ થાય. પછી એણે પ્રાણીમાત્રને પીડા કરવાનો આરંભ કર્યો. એને મારવા સારુ વિષ્ણુએ એ જ નામે અવતાર ધારણ કર્યો અને એને માર્યો હતો.
૪. पुं. ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૬ ગુરુ અને ૮૪ લઘુ મળી ૯૦ વર્ણની ૯૬ માત્રા હોય છે.
૫. पुं. ( પુરાણ ) ક્ષાત્રધર્મ પ્રમાણે યુદ્ધ કરીને સ્વર્ગે ગયેલ એક રાજર્ષિ.
૬. पुं. ઘોડા જેવી ડોકવાળા વિષ્ણુ. નર એટલે માણસના જેવી આકૃતિનું ધડ અને અશ્વ એટલે ઘોડાની જેવી આકૃતિનું મોઢું એવા મોઢાવાળા ભગવાનનો ચોથો અવતાર. એમણે મધુકૈટભ દેત્ય જે વેદને પાતાળમાં ચોરી ગયો હતો તેને મારી નાખી બ્રહ્માને વેદ પાછા આપ્યા હતા.
૭. पुं. ઘોડાના માથાવાળો એક દૈત્ય.
૮. पुं. ( પુરાણ ) પૂર્વકલ્પની રાત્રિમાં થયેલો અસુરનો એક અવતાર.
૯. पुं. ( પુરાણ ) વૃત્રાસુરનો અનુયાયી એક અસુર.
૧૦. पुं. ( પુરાણ ) હયગ્રીવ નામના દૈત્યને હણવા માટે વિષ્ણુએ લીધેલો એ નામનો એક અવતાર.
૧૧. न. અડધો નર અને અડધો ઘોડો એવું કલ્પિત પ્રાણી.
૧૨. न. એ નામનું ગંડકીમાં થતું એક ચક્ર. તે બે ચક્રવાળું અને ઘોડાના મોઢા સરખા આકારવાળું હોય તો તે હયગ્રીવનું રૂપ ગણાય.
૧૩. न. ( પુરાણ ) એક સો આઠ માંહેનું એક ઉપનિષદ્; અથર્વવેદનું એક ઉપનિષદ્.